રવિવાર, નવેમ્બર 06, 2011

કરી ગઇ

એક ઉદાસી ચહેરા ઉપર ઘર કરી ગઇ,
આહ કોઇની એવી મને અસર કરી ગઇ.

ભાગ્યરેખા હાથમાં હું સદા જોતો રહ્યો,
કોણ જાણે જિંદગી કેવી સફર કરી ગઇ.

એક પળ મારી આખોં માં એવી જડાઇ ગઇ,
કે જિંદગીભર શૂન્ય એ મારી નઝર કરી ગઇ.

મારી બરબાદીનો મને રંજ નથી કિન્તુ,
તારી વફાની દુનિયા કદર કરી ગઇ.


વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: