બહુ સંતાપ આપ્યો છે, મને તો સાવ નિકટના એ,
તડપતો રોજ રાખ્યો છે, મને તો સાવ નિકટના એ.
અમસ્તો અટકી થોડો પડે, મારી આંખોમાં સમય,
મડદું બનાવી નખ્યો છે, મને તો સાવ નિકટનાએ.
સળગતો રહ્યો છું તેથી જ હું બુઝાયા વિના સતત,
ઘી છાંટી ને સાથ આપ્યો છે, મને તો સાવ નિકટનાએ.
મને ખુદને ખબર ક્યાં છે, કે મારો સ્વાદ કેવો છે,
ચટકાં ભરી ને ચાખ્યો છે, મને તો સાવ નિકટના એ.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો