મીઠું મધુરું ગળપણ જેવું,
દર્દ સાથે છે સગપણ જેવું.
મોતીઓના મૂળ જો શોધું,
સઘળે મળે છે પાંપણ જેવું.
સ્મરણ કેરાં રાફડા અંદર,
કોણ ફરે આ સાપણ જેવું.
દર્દ સાથે છે સગપણ જેવું.
મોતીઓના મૂળ જો શોધું,
સઘળે મળે છે પાંપણ જેવું.
સ્મરણ કેરાં રાફડા અંદર,
કોણ ફરે આ સાપણ જેવું.
અમથા આંખે ખૂંચે નહીં કોઇ,
એમાં હશે કંઇ ઝબૂકણ જેવું.
સપનામાં આ કોણ ડરાવે,
ખનકાવી ને કંકણ જેવું.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો