ગુરુવાર, નવેમ્બર 24, 2011

ભૂંસી નાંખ્યાં

યારના કે વેરીના સહુ સમાન ભૂંસી નાખ્યાં,
આ હ્રદય મહીંથી એના સ્થાન ભૂસી નાખ્યાં.

ફેરવીને હાથ એણે આ મૃતદેહ પર જરા,
પ્રણયના રહ્યાં સહ્યાં નિશાન ભૂંસી નાખ્યાં.

આંસુભીનો એક ખત, એક નઝર નિઃસહાય,
- જિંદગીના કેટલાં અરમાન ભૂંસી નાખ્યાં.

લોહીલૂહાણ ટેરવાંઓ તરફડે છે રાતભર,
સિલવટોના સેજથી નિશાન ભૂંસી નાખ્યાં.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: