શૂન્યતાનો વ્યાપ વિસ્તરતો હશે.
કોઇ સંબંધ થઇ શાપ વિસ્તરતો હશે,
એક ડૂસકું વહેતું મુક્યું કોઇએ,
તેથી અહીં પ્રલાપ વિસ્તરતો હશે.
ઊંઘમાં પણ ચીસ નીકળી જાય છે,
કાળજાનો કાપ વિસ્તરતો હશે.
કોઇનો તલસાટ આ એકાંતમાં,
કેટલોય અમાપ વિસ્તરતો હશે.
અસ્ત સુર્યનો શરૂ પણ થઇ જશે,
જ્યારે એનો તાપ વિસ્તરતો હશે.
યાદના ફાટી પડ્યા છે રાફડા,
થઇ એ ચહેરો સાપ વિસ્તરતો હશે.
વિનોદ નગદિયા (આનંદ)
ઊંઘમાં પણ ચીસ નીકળી જાય છે,
કાળજાનો કાપ વિસ્તરતો હશે.
કોઇનો તલસાટ આ એકાંતમાં,
કેટલોય અમાપ વિસ્તરતો હશે.
અસ્ત સુર્યનો શરૂ પણ થઇ જશે,
જ્યારે એનો તાપ વિસ્તરતો હશે.
યાદના ફાટી પડ્યા છે રાફડા,
થઇ એ ચહેરો સાપ વિસ્તરતો હશે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો