મંગળવાર, નવેમ્બર 08, 2011

ટેરવાં ની વાત છે

સ્પર્શ ને ઊછેરવા ની વાત છે,
સાવ સીધી ટેરવાં ની વાત છે.

આંખને ઝુકાવી દઇ જે ઢોળી તેં,
આંખમાં ઊમેરવાની વાત છે.

થોર જેવા આપણા વહેવારથી,
લાગણી ને ઘેરવા ની વાત છે.

આંખ ના વેરાન ખેતર વાવવા,
મોતીઓને વેરવાની વાત છે.

જીભ જેવી રેશમી કરવત થકી,
કોઇ દિલને વહેરવાની વાત છે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: