મંગળવાર, નવેમ્બર 08, 2011

મને ક્યાં લઇ જશે.

આ ઊર્મિ નો બહાવ મને ક્યાં લઇ જશે,
મારા હ્રદય નો ઘાવ મને ક્યાં લઇ જશે.

રણની સીમાઓ આંખથી આગળ વધી ગઇ,
મૃગજળ તણો લગાવ મને ક્યાં લઇ જશે.

મળતી નથી દિશા કોઇ,ના વાયરો મળે,
મઝધાર માં થી નાવ મને ક્યાં લઇ જશે.

આંખોમાં સ્થિર થઇને કદિ જામતા નથી,
સપનાની આવજાવ મને ક્યાં લઇ જશે.

કારણ દરેક હાર નું બસ લાગણી જ છે,
આ પાંગળો બચાવ મને ક્યાં લઇ જશે.

થીજી ગયાછે સ્મિત પણ ચહેરા ઉપર હવે,
"આનંદ" આ તણાવ મને ક્યાં લઇ જશે.

વિનોદ નગદિયા (આનંદ)
 

ટિપ્પણીઓ નથી: