રવિવાર, નવેમ્બર 06, 2011

પ્રલયને મેં

જ્યાંથી વ્યથા જીવનને બહુ ઓછી મળી હતી,
ત્યાંજ કાયમ છેડ્યા કર્યો વ્યથા ના વિષય ને મેં.

સર્જક ની કલ્પના ના બહાના કરી કરી,
બહુ છુટ થી વાપર્યો મોંઘા સમય ને મેં.

હાથ ઊઠાવી જો આવજો ન કહી શક્યો,
તો આસું ઢાળી દાખવ્યો છે, વિનયને મેં

ધ્રુજતો રહ્યો છું સતત અંદર બહરથી,
ખાળ્યો છે તોય આજ સુધી મારા પ્રલય ને મેં.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: