અળખામણું એકાંત ને યાદઘર કાંપે,
એક ચહેરો ઊગે ક્લાંત ને યાદઘર કાંપે.
કિકિઓમા ખુલે એક ચિર હરણ નાટક,
પછી શ્રધ્ધા નું કલ્પાંત ને યાદઘર કાંપે.
વરસાદી ભીનાશ આવીને બેઠી પાંપણે,
ઝરે લાગણી નિતાન્ત ને યાદઘર કાંપે.
સ્વસ્થતા આંખનું વળગણ બની ગઇ,
છે આયનાઓ શાંત ને યાદઘર કાંપે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો