આંખ ભીની ટેરવાંઓ ટળવળે,
સ્પર્શની ઘાયલ દશાઓ ટળવળે.
આ નયનમાં શૂન્યતા સ્થાયી વસે,
તે છતાં થોડી કથાઓ ટળવળે.
પાનખરની પીળચટ્ટી આંખમાં,
કોઇ ફુલના આંસુડાઓ ટળવળે.
યાદના દરિયાય કેવાં નિકળ્યા,
રેતમાં ઘૂંટ્યા લીટાઓ ટળવળે.
ખૂલશે ક્યારે નસીબના બારણાં,
કેટકેટલી ઝંખનાઓ ટળવળે.
વિનોદ નગદિયા (આનંદ)
સ્પર્શની ઘાયલ દશાઓ ટળવળે.
આ નયનમાં શૂન્યતા સ્થાયી વસે,
તે છતાં થોડી કથાઓ ટળવળે.
પાનખરની પીળચટ્ટી આંખમાં,
કોઇ ફુલના આંસુડાઓ ટળવળે.
યાદના દરિયાય કેવાં નિકળ્યા,
રેતમાં ઘૂંટ્યા લીટાઓ ટળવળે.
ખૂલશે ક્યારે નસીબના બારણાં,
કેટકેટલી ઝંખનાઓ ટળવળે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો