સોમવાર, નવેમ્બર 28, 2011

લથબથ લીલાશ અને ભમ્મરીયા પાણી,
એમાં ભૂલી પડી એક છોકરી અજાણી.

લીલૂડાં સાપ ઊભા સામે ફેણ તાણી,
તોય સાલી છોકરી ઉડીને આંખમાં સમાણી.

સાપના તે ડંખે મારી કાયા લીલવાણી,
જાણીતા ડંખ છે પણ વેદના અજાણી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: