કાયમ નડ્યા કરે છે, સંબંધ લાગણીના,
ભારે પડ્યા કરે છે, સંબંધ લાગણીના.
કેવું અસીમ દર્દ હશે મંઝિલની ટોચ પર,
રસ્તે જડ્યા કરે છે, સંબંધ લાગણીના.
ભારે પડ્યા કરે છે, સંબંધ લાગણીના.
કેવું અસીમ દર્દ હશે મંઝિલની ટોચ પર,
રસ્તે જડ્યા કરે છે, સંબંધ લાગણીના.
ઘનિષ્ઠતાના ઘૂંટની આ કેવી અસર હશે !
બહુ લડખડ્યા કરે છે, સંબંધ લાગણીના.
બહુ લડખડ્યા કરે છે, સંબંધ લાગણીના.
આંખો મળે ત્યાં તરવરે ભીનાશ નેણમા,
આંખે ચડ્યા કરે છે, સંબંધ લાગણીના.
ખાલી ચડેછે દિલને કદી તો ખાલી થાય છે,
ગાલે દડ્યા કરે છે સંબંધ લાગણીના,
ફંટાઇ જાયછે દિશા ત્યારે "આનંદ"ની,
જયારે અડ્યા કરેછે સંબંધ લાગણીના.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો