પરપોટા ઝંખના ના ફૂટ્યાં કરે છે,
આંખમાંથી સપનાઓ ખૂટ્યા કરે છે.
હૈયાની સ્લેટ પર આંખડી તમારી,
આંખમાંથી સપનાઓ ખૂટ્યા કરે છે.
હૈયાની સ્લેટ પર આંખડી તમારી,
એકડાઓ દર્દના ઘૂંટ્યા કરે છે.
પાયા કરૂં છું રોજ મીણ લાગણીનું,
સંબંધના દોર તોય તૂટ્યાં કરે છે.
એકલતા મારી એક લૂટારો થઇને,
આખો દિવસ મને લૂટ્યાં કરે છે.
પાયા કરૂં છું રોજ મીણ લાગણીનું,
સંબંધના દોર તોય તૂટ્યાં કરે છે.
એકલતા મારી એક લૂટારો થઇને,
આખો દિવસ મને લૂટ્યાં કરે છે.
"આનંદ" જગે એક માળી બનીને,
પુષ્પો ગઝલના ચૂંટ્યા કરે છે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો