ઘાસ ને ઝાકળ સમો ભીનો સંબંધ આપણો,
શાહી ને કાગળ સમો ભીનો સંબંધ આપણો.
પ્રેમનો અંજામ હો કે વ્હેમની શરૂઆત હો,
તથ્ય ને અટકળ સમો ભીનો સંબંધ આપણો.
દ્રષ્ટિનો ઉજાસ હશે કે ઝાંખપ નઝર તણી,
આંખ ને કાજળ સમો ભીનો સંબંધ આપણો.
દ્વિધાની ચીકાશ ને સ્નેહની લીલાશ પણ,
ઝીલ ને શેવાળ સમો ભીનો સંબંધ આપણો.
આંસુ ખર્યા કે સર્યા નિઃશ્વાસ સઘળા આપણા,
વ્યોમ ને વાદળ સમો ભીનો સંબંધ આપણો.
વિનોદ નગદિયા (આનંદ)
પ્રેમનો અંજામ હો કે વ્હેમની શરૂઆત હો,
તથ્ય ને અટકળ સમો ભીનો સંબંધ આપણો.
દ્રષ્ટિનો ઉજાસ હશે કે ઝાંખપ નઝર તણી,
આંખ ને કાજળ સમો ભીનો સંબંધ આપણો.
દ્વિધાની ચીકાશ ને સ્નેહની લીલાશ પણ,
ઝીલ ને શેવાળ સમો ભીનો સંબંધ આપણો.
આંસુ ખર્યા કે સર્યા નિઃશ્વાસ સઘળા આપણા,
વ્યોમ ને વાદળ સમો ભીનો સંબંધ આપણો.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો