ઊંબરો ઓળંગતા અચકાઉં છું,માફ કર મને,
ઘર સુધી આવીને પાછો જાઉં છું,માફ કર મને.
ગુલશન નિછાવર કરી જાઉં એ તમન્ના હતી,
પણ એક ફુલ મુકીને જાઉં છું,માફ કર મને.
સાથ તારો લઇ અને સુરજ સુધી જવું હતું,
અહીં અંધકારમાં અથડાઉં છું,માફ કર મને.
એકાંતમા જે ગીતો મેં તને સંભળાવ્યા હતા,
આજે ભરી સભામાં ગાઉં છું,માફ કર મને.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો