શુક્રવાર, ડિસેમ્બર 30, 2011

કોઇ યાદ આવે

અમસ્તા અમસ્તા કોઇ યાદ આવે,
રડતા ને હસતા કોઇ યાદ આવે.

દિલની ખરાબી કે આંખોની આદત,
વરસતા વરસતા કોઇ યાદ આવે.

સમયની નદીના ઉજ્જડ કિનારે,
તરસતા તરસતા કોઇ યાદ આવે.

ઝખમથી ય ઊંડો આ ક્યો ઝખમ છે,
કણસતા કણસતા કોઇ યાદ આવે.

વિરહની પથારી ને યાદોની ચાદર,
પડખાઓ ઘસતા કોઇ યાદ આવે.

ગઝલના પ્રાગટ્ય ની ક્ષણ હોય ત્યારે,
અમસ્તા અમસ્તા કોઇ યાદ આવે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: