શનિવાર, ડિસેમ્બર 31, 2011

અર્પણ તને

નવોન્મેષ પ્રભાત અર્પણ તને,
મારી તમામ રાત અર્પણ તને.

આંખોમા આજે રમતું મુક્યું છે,
એ સ્વપ્ન મારું નવજાત અર્પણ તને.

મારી પથારીમાં જે મહેકે છે,
એ ફુલો તણી બિછાત અર્પણ તને.

તારા સ્નેહની સરવાણીમાં,
ડૂબતી મારી જાત અર્પણ તને.

નવા વર્ષની નવી તમન્ના,
પ્રેમની નિતનવી ભાત અર્પણ તને.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: