રવિવાર, જાન્યુઆરી 01, 2012

ખોવાઇ જાઉં છું

દર્દ ની વાત કરે કોઇ તો ખોવાઇ જાઉ છું,
આપને યાદ કરે કોઇ તો ખોવાઇ જાઉ છું.

હ્રદયની રેખામાં આ ખાલી કેમ ચડી ગઇ હશે,
હાથમાં હાથ ધરે કોઇ તો ખોવાઇ જાઉ છું.

એકલતાની મને હવે આદત એવી પડી ,
બેઘડી સાથ ફરે કોઇ તો ખોવાઇ જાઉ છું.

ડાયરીમાં દોરેલા ઘેઘૂર કદમ્બ વૃક્ષમાં,
પાંદડુ ફરફરે કોઇ તો ખોવાઇ જાઉ છું.

શૂન્યતાની અસરો બીજી કંઇ પણ આમતો નથી,
આવી ચઢે જો આશરે કોઇ તો ખોવાઇ જાઉ છું.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: