સોમવાર, જાન્યુઆરી 02, 2012

પી ગયા

રણ પી ગયા રે અમે રણ પી ગયા,
દિલના બધાયે અમે વ્રણ પી ગયા.

ધસમસતી આંખોમા આવી તો એવી,
આવેશની કોઇ અમે ક્ષણ પી ગયા.

મળવા ચાહો તો હવે મળવાનો ક્યાં છે,
અમારો સદાને અમે જણ પી ગયા.

અણગમતા શ્વાસો જો અમને મળ્યાતો,
અત્તર મિલાવી એને પણ પી ગયા.

ધરી દઇને સામે ઝખ્મોની પ્યાલી,
કોઇએ કરેલા થોડા ગણ પી ગયા.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: