વૃક્ષ થઇ ખોડાઇ જવું એ સ્તબ્ધતા,
શૂન્યમાં ખોવાઇ જવું એ સ્તબ્ધતા.
એક ફૂટ્યાં કાચનો હિસ્સો બની-,
બારીએ જડાઇ જવું એ સ્તબ્ધતા.
મેળા આંખોમાં ભરીને દ્ર્શ્યોના,
સાવ અટૂલા થઇ જવું એ સ્તબ્ધતા.
શોધવું ખુદને સતત અવકાશમાં,
ખુદથી સંતાઇ જવું એ સ્તબ્ધતા.
સાવ કાચા કાનની અફવા થઇ,
બે ઘડી ચર્ચાઇ જવું એ સ્તબ્ધતા.
કોઇ મહેંકતા ફુલને જોયા પછી,
નિઃશ્વાસ થઇ વેરાઇ જવું એ સ્તબ્ધતા.
વિનોદ નગદિયા (આનંદ)
શૂન્યમાં ખોવાઇ જવું એ સ્તબ્ધતા.
એક ફૂટ્યાં કાચનો હિસ્સો બની-,
બારીએ જડાઇ જવું એ સ્તબ્ધતા.
મેળા આંખોમાં ભરીને દ્ર્શ્યોના,
સાવ અટૂલા થઇ જવું એ સ્તબ્ધતા.
શોધવું ખુદને સતત અવકાશમાં,
ખુદથી સંતાઇ જવું એ સ્તબ્ધતા.
સાવ કાચા કાનની અફવા થઇ,
બે ઘડી ચર્ચાઇ જવું એ સ્તબ્ધતા.
કોઇ મહેંકતા ફુલને જોયા પછી,
નિઃશ્વાસ થઇ વેરાઇ જવું એ સ્તબ્ધતા.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો