એક વર્તૂળમાં ચોંટાડું ચાંદલો ને એને ફરતી કરૂં સોનેરી ઝાંય,
ધારી ધારી ને હું અંદર જો જોઉં તો અમીભરી આંખડી દેખાય,
મીઠા એ આંખોના ઝરણાંમાં ઝટ ઝબોળાઉં એવું અંતરથી થાય,
જ્યાં જ્યાં હું નઝરૂં ને ફેરવું ત્યાં "બા" બસ તારો જ ચહેરો દેખાય.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો