આજે મે મહિનાનો
બીજો રવિવાર !
તેથી સમય પણ હતો,
અને મોકો પણ હતો,
વહેલી સવારે જ
પત્ની અને બાળકો ને
તૈયાર કર્યા.
નવી નક્કોર કાર મા બેસીને
પત્ની અને બાળકોને
સાથે લઇને નીકળી પડ્યો
રસ્તામાથી એક
સરસ મઝાનો ફુલોનો ગુલદસ્તો
પણ ખરીદી લીધો,
થોડો સુક્કો નાસ્તો પણ !
અને
વૃધ્ધાશ્રમના ભોંયતળિયે
એક રૂમમાં ટુંટીયુ વાળીને સુતેલી,
કાને ઓછું સાંભળતી
મા ને
એ
Haapy Mother's Day
કહી આવ્યો.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો