મંગળવાર, જૂન 25, 2013

આંસુ

આપણા આંસુ તો મગરના આંસુ,
ઇશ્વરના આંસુ ઘર ઘરના આંસુ.

એને તો હવે એટલો જ સતાવો,
રડે તો સારે માફકસરના આંસુ.

પહાડોના હૈયા પણ ભરાય ત્યારે,
ખરવા માંડે છે પથ્થરના આંસુ.

પહાડોથી નફરત થઇ ગઇ હવેતો,
આવી રીતે કોઇ આપે સફરના આંસુ !

પૂજામાં શ્રધ્ધાને ચઢાવીને આવ્યા,
પ્રસાદીમા લાવ્યા ઉમ્રભરના આંસુ.

શ્રધ્ધાળુ હવે શું સારી રહ્યો છે !
શ્રધ્ધાની ઓછી અસરના આંસુ.

"આનંદ" હવે નૂર ક્યાં છે નઝરમાં,
ખુટી પડ્યાં છે સહુ અંદરના આંસુ.

વિનોદ નગદિયા (આનંદ)

2 ટિપ્પણીઓ:

અજ્ઞાત કહ્યું...

Beautiful!

ANAND કહ્યું...

Thanks