શુક્રવાર, સપ્ટેમ્બર 19, 2014

બેનકાબ છે


તસવીર જે નિહાળી એ લાજવાબ છે,                                                 
પણ મારી આંખમાં કંઇ નોંખા ખ્વાબ છે.   
                                          
શ્રધ્ધાની વાત હોય ત્યાં શંકા જ થાય છે,                                             
આ દિલ બિચારૂ શુ કરે,અનુભવ ખરાબ છે.   
                                      
જ્યાં પાને પાને સ્તબ્ધતા ને આહ ફરફરે,
આંખો અમારી શૂન્યતા નામે કિતાબ છે.

જ્યાં માલ હોય ત્યાં સદા મીઠાશ રાખવી,
સંબંધમા તો સાવ એ સીધો હિસાબ છે.

જે પણ હતી,જેવી હતી ખુલી ગઝલ મહીં,
"આનંદ"ની હવે લાગણી બધી બેનકાબ છે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: