શનિવાર, સપ્ટેમ્બર 20, 2014

પર્યાવરણ ગઝલ


મીટાવી દીધાછે અસ્તિત્વ ઝાડપાન ના,
કોટા હવે ત્યાં ફુટશે એક ઊંચા મકાનના.

ડાઘાં પડી જશે ને પછી ફિક્કા પડી જશે,
ઉતરી રહ્યાં છે રંગ હવે તો આસમાનના.

ગણગણાટ શહેરનો ય સહેવાતો નથી.
પરદા રહ્યાછે ધ્રૂજી  હવે બેઉ કાનના.

પથ્થરના જંગલો અને આ વધતા માનવી,
સાંસા પડી જશે કદિ અહીં ખાવાના ધાનના.

એ કલરવ ભરી સાંજ ને સહુ કોઇ ભુલી ગયાં,
કોલર ટ્યૂન થઇ રહ્યાં છે પંખીના ગાનના.

વાતાવરણ નો એટલો કોઠે પડ્યો તણાવ,
"આનંદ" કદિ ન માણે કોઇ ભોગે શાનના.


વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: