મંગળવાર, સપ્ટેમ્બર 09, 2014

એ વાતની ચર્ચા ન કર


જે વાત છે સહુને ખબર એ વાતની ચર્ચા ન કર,
લઇ આવ્યું કોણ રસ્તા ઉપર એ વાતની ચર્ચા ન કર.

છે કાફલો સાથે અહીં,  તો એટલો દેખાવ કર,
સાથે ન ચાલ ભલે સફર,એ વાતની ચર્ચા ન કર.

ક્યાં જઇ અને તેં ખોલ્યું દિલ,કોને બતાવ્યા ઘાવ તેં,
અફસોસ રહેશે ઉમ્રભર એ વાતની ચર્ચા ન કર.

કાયમ ઉમળકા થી જ હું જેની કર્યા કરતો હતો,
ઓ દોસ્ત મને તું માફ કર, એ વાતની ચર્ચા ન કર.

બહુ દર્દ દિલને થાય છે,જ્યારે ઝખમ ચર્ચાય છે,
ભરી શકે તો ઝખ્મ ભર, એ વાત ની ચર્ચા ન કર.

"આનંદ" અંદર જે હતાં એ તો બધાં અંગત હતાં,
ઘાયલ કર્યું કોણે જિગર, એ વાતની ચર્ચા ન કર.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: