મંગળવાર, સપ્ટેમ્બર 09, 2014

દિલ હવે


આપતા તો અપાઇ ગયું છે દિલ હવે,
કેવું સાવ મુરઝાઇ ગયું છે દિલ હવે.

આમ જિંદગીભર મથામણ થઇ ભલે,
પણ મને ઓળખાઇ ગયું છે દિલ હવે.

ખુદનું લોહી પણ ત્યાંથી ચીલો ચાતરે,
એટલું બધુ વળખાઇ ગયું છે દિલ હવે.

સત્ય પણ રહેવા અંદર માંગતુ નથી.
કારણ કે કોહવાઇ ગયું છે દિલ હવે.

કોઇપણ પરિસ્થિતિ "આનંદ"થી સહેશે,
એટલું તો પરખાઇ ગયું છે દિલ હવે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: