કંઇ કેટલીય યાદનું વિસર્જન કરવું છે,
પછી મુક્ત મનના આંગણે નર્તન કરવું છે.
પહેલાંતો ભુંસવી છે આ કાલિમા બધી,
નવી ભાગ્યરેખાનું પછી સર્જન કરવું છે.
એકવાર જાય શૂન્યતા શરમાઇને ઢળી,
એવું તો આયના સમક્ષ વર્તન કરવું છે.
છેક ટોચ પર પહોંચી અને એકવાર તો ફરી,
આકાશમાં દહાડતું ગર્જન કરવું છે.
માસુમિયતને સાચવી "આનંદ" દિલમહીં,
અશ્રુથી રોજ એમનું અર્ચન કરવું છે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો