ગુરુવાર, ઑક્ટોબર 02, 2014

તફાવત જોયો

આજ અને કાલમા થોડો તફાવત જોયો,
કિસ્મતની ચાલમા થોડો તફાવત જોયો.

પાંપણની ભીતર સહેજ પગરવ બદલાયો,
જિંદગીના વ્હાલમા થોડો તફાવત જોયો.

ખંજન જેવું કંઇક ત્યાં હવે દેખાય છે મને,
પૂર્ણ ચંદ્રના ગાલમા થોડો તફાવત જોયો.

પગ ઉઠે છે સાથ સાથ સહુ હમસફરના,
કદમોના તાલમાં થોડો તફાવત જોયો.

લય અને ભાવનો અનેરો સંગમ જામે છે,
તારી કરતાલ મા થોડો તફાવત જોયો.

પ્રજ્વલે છે "આનંદ"નો ઉજાસ ફેલાવીને,
કવિતાની મશાલમા થોડો તફાવત જોયો. 

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: