મંગળવાર, સપ્ટેમ્બર 06, 2016

મરવા દે ભલા

આંખો નમ છે,ઝરવા દે ભલા,
તાજો ગમ છે, ઠરવા દે ભલા.

ભીની ભીની યાદ નું ખેતર,
લીલુંછમ છે , ચરવા દે ભલા.

કોઈને દિલમાં હરવા ફરવાની, 
આ મોસમ છે, ફરવા દે ભલા.

સપના સાચા કરીને જંપીશ,
એવો દમ છે, કરવા દે ભલા.

તારા સમથી જીવી ગયો છું,
તારા સમ છે, મરવા દે ભલા.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: