ગુરુવાર, સપ્ટેમ્બર 15, 2016

ખોટું શું કહું

યાદ આવી ગઇ'તી, ખોટું શું કહું ,
આંખ ભીની થઇ'તી, ખોટું શું કહું,

નજર તો ખરેખર તમને નિરખવા,
આયનામાં ગઇ'તી ખોટું શુ કહું.

સાતમા જ  ફેરે આવજો કહીને,
સુધ બુધ ગઇ'તી, ખોટું શું કહું.

ધારદાર સંબંધોથી કાયમ હથેળી,
લોહીઝાણ રહી'તી ખોટું શું કહું.

જા નથી રમવું  એવી જિંદગીને,
વાત મેં જ કહી'તી ખોટું શુ કહું.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: