બુધવાર, સપ્ટેમ્બર 28, 2016

ખમ્મા મારા ધણી...ખમ્મા


આવા કસુંબા હોય બાપ !
અમને તો વારે વારે અમલ ચડે ને
ઊંબાડિયું  કરી દઈ....
પણ તમે તો બાપ ..સાગર પેટા,
આવી રીંહ હોય કાઈ  !
માંડ માંડ  માંગી ભીખીને  
પાંચ સાત નેહડા બાંધ્યા હોય 
એય 
તમારા માટે કાવો ભરવા !
ને 
આમ કહુંબો  ચડે  એટલે એક ઝાટકે 
ઉડાડી દેવાના....!
મારા બાપ, મારા અન્નદાતા...
ખમ્મા કરો....અમે તો તમારા ખવાસ....
ક્યારેક ક્યારેક  કહુંબો કરીએ 
એમાં
આમ મુતરાવી દેવાના ...!

વિનોદ નાગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: