સોમવાર, ઑક્ટોબર 24, 2016

અસ્વચ્છતા અભિયાન



આ દિવાળી પર
સફાઈ પર ખાસ ધ્યાન આપ્યું
ઘર દુકાન ઓફિસ
વાળી ચોળીને
ઘસી ઘસીને સાફ કર્યા
ધનતેરસને દિને
સરસ મઝાની રંગોળીઓ પુરાવી
ઝગમગ ઝગમગ દીવડાઓ પ્રગટાવ્યા
ઝળહળ રોશની કરી
અને શુભ મુહૂર્ત જોઈને
શિર પર સફેદ બગલા જેવી ટોપી પહેરીને
કાગદી પાસેથી નવા વર્ષના
હિસાબો લખવા માટે
ચોપડાના બે સેટ લઈ આવ્યો,
એક સેટ એક નંબરના હિસાબો માટે
અને બીજો સેટ બે નંબરના.

વિનોદ નગદીયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: