સોમવાર, જાન્યુઆરી 09, 2017

અંતિમ સત્ય


આખો દિવસ
આકાશમાં બાથોડિયાં મારી,
હરીફો સાથે પેચ લડીને
થાકી જાય છે પતંગ.
સૂરજ સામે તાક્યા કરીને
પતંગની આંખમાં મોતિયો આવી જાય છે,
અને બરાબર ઢળતી સાંજે
દોર જો કપાઈ જાય તો
એ પતંગ ને પકડવા વાળું
કોઈ નથી હોતું,
આમતેમ લથડિયાં ખાતો
પતંગ છેવટે વિખરાઈ જાયછે,
અથવા નસીબ હોય તો
લટકી પડે છે
કોઈ વૃક્ષના વૃદ્ધાશ્રમમાં

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: