બુધવાર, મે 10, 2017

જોખમી

શબ્દની રમત, બહુ જોખમી,
શબ્દ જે સખત, બહુ જોખમી.

શબ્દ જો કદી, લપસી પડે,
થાય છે તરત, બહુ જોખમી.

માર્ગ રૂંધતી, સંવાદનો,
શબ્દની મમત, બહુ જોખમી.

શબ્દ તું હવે ,છે બહુ નિકટ ,
આપણો વખત, બહુ જોખમી.

દર્દ છેડ તો, "આનંદ" દઉં ,
શબ્દની શરત, બહુ જોખમી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: