રવિવાર, જુલાઈ 09, 2017

જિંદગીમાં,

જલસા જ બસ જલસા કર્યા છે જિંદગીમાં,
દિવસો ગમે તેવા મળ્યા છે જિંદગીમાં.

અઢળક કર્યો છે પ્રેમ અહીં પરસ્પરને,
સાતે જનમ સાથે ગણ્યા છે જિંદગીમાં.

બહુ રંગભર મીઠી રસીલી ચાહતોના,                        
મોકા અમે પેદા કર્યા છે જિંદગીમાં.

લાગ્યો  નથી કોઇ થાક જીવતરનો કદી, 
કલ્યાણમિત્ર એવા મળ્યા છે જિંદગીમાં,

સમજણ વગર ક્યાંથી મળે સાચી મઝા,
"આનંદ" ના બુકડા ભર્યા છે જિંદગીમાં.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: