રવિવાર, નવેમ્બર 26, 2017

સારો નહીં ક્દી

ઊર્મિ નો અતિરેક સારો નહીં ક્દી,
કે એનો ઉલ્લેખ સારો નહીં કદી.

થોડીતો અવળાઇ હોવી જોઇએ,
આદમી બહુ નેક સારો નહીં કદી.

આપણા અફસોસ પર આઠે પ્રહર,
આંસુનો અભિષેક સારો નહીં કદી.

યાદમાં પણ આવવા તૈયાર નહીં,
આટલો અવિવેક સારો નહીં કદી.

ખૂંચે જે "આનંદ" સહુની આંખમાં,
એ ગઝલ આલેખ સારો નહીં કદી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: