રવિવાર, ડિસેમ્બર 03, 2017

કાયમ

દશા દિલની મુલાયમ ને મજાની રાખજો કાયમ,
એમાં ભીતરની સારપને સજાવી રાખજો કાયમ.

તમારા શબ્દથી કોઈ હ્રદયને ઠેસ ના પહોંચે,
તમારા શબ્દને રેશમ વિંટાળી રાખજો કાયમ.

ઝખમ રૂજાઇ જાશે તો જીવન રસહીન થઇ જાશે,
પુરાણા પ્રેમની કોઈ નિશાની રાખજો કાયમ.

જીવન આખું સુગંધોથી મહેંકતો બાગ થઇ જાશે,
જરા યાદોની મંજૂષા ઉઘાડી રાખજો કાયમ.

તણાઈ જાય છે "આનંદ" હું પદ ના સમંદરમાં,
તમે ખુદને તમારાથી બચાવી રાખજો કાયમ.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: