ગુરુવાર, એપ્રિલ 26, 2018

તરફડે છે

જીવનમાં કદી પણ અગર ભીડ પડે છે,
ખજાનો શીખોનો તરત સાંપડે છે.
  
હશે દ્વાર કેવા ભીડેલાં તમારા,
ટકોરા અમારા હજી તરફડે છે.
  
તકાદો સમયનો છે થઇ જાવ સ્વાર્થી,
આ સારપ અમારી પરંતુ નડે છે.
  
હશે યાદ એવી તો કોની તોફાની,
નશો પણ ગજબનો કલમને ચડે છે.

નથી સાવ ઉજ્જડ આ મારગ જીવનનો,
હ્રદયના સંબંધો હજી પણ જડે છે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: