સોમવાર, ઑક્ટોબર 22, 2018

અંગત છે

પીઠ પાછળ વાત કરે છે, અંગત છે,
સાવ અંગત  વાત કરે છે, અંગત છે.

ડામ દઇને, ફૂંક મારી,ફરફોલા પર,
હાથ ફેરવી વાત કરે છે, અંગત છે.

દુર્દશામાં હોય એની, જે કોઇ પણ,
મૃત સમજી વાત કરે છે, અંગત છે, 

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: