ગુરુવાર, મે 12, 2022

પાછો ફર્યો

સ્પર્શ ની વાવ થી પાછો ફર્યો, 
પ્રેમ રખરખાવ થી પાછો ફર્યો. 

તૂટીને ઉર્મિ નો ઇન્ડેક્સ પણ, 
ટેકાના ભાવથી પાછો ફર્યો. 

અણગમો કોઈથી ઓછો થયો, 
કોઈના ઘાવ થી પાછો ફર્યો. 

જેટલો રસ ગુમાવ્યો જાતમાં, 
એટલા ચાવથી પાછો ફર્યો. 

એજ તો ટેવ છે "આનંદ" ની, 
જામેલા દાવથી પાછો ફર્યો. 

વિનોદ નગદિયા (આનંદ) 

ટિપ્પણીઓ નથી: