એક ઠેસ વાગવા દે, ને પછી જો,
કોઈ ટેકો માગવા દે, ને પછી જો.
કોઈ ટેકો માગવા દે, ને પછી જો.
દોડતાં સહુ આવશે સંબંધ છૂટ્યા,
ભાગ્યને બસ જાગવા દે, ને પછી જો.
સાવ અંગત લોક સામે કો'ક દિન તો,
શબ્દ ગોળો દાગવા દે, ને પછી જો.
રંગ કેવો જિંદગીનો જામવાનો,
ભીતરે તું તાગવા દે ,ને પછી જો.
લક્ષ્ય પાછળ રાત દિન"આનંદ" ખુદને,
દોટ મૂકી ભાગવા દે, ને પછી જો.
વિનોદ નગદિયા (આનંદ )
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો