કદી કદી આ શ્વાસ ખટકે,
કોઈનો તો નિ:શ્વાસ ખટકે.
કોઈનો તો નિ:શ્વાસ ખટકે.
તલબ ઉઠે છે અંધારાની,
ઝળહળતો અજવાસ ખટકે.
હ્રદય કોરું કટ્ટાક છે પણ,
આંખો મહીં ભીનાશ ખટકે.
ભુલી ગયા હો દિલ થી જેને,
સતત એ જણ તો ખાસ ખટકે.
સકળ જીવન "આનંદ" મય છે,
છતાં અજાણી ફાંસ ખટકે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો