અનિશ્ચિત અટકળ ન કેડો જ છોડે,
લગાતાર અંજળ ન કેડો જ છોડે.
હશે દૌર કેવો એ ઉત્કટ વફાનો,
એની યાદ હરપળ ન કેડો જ છોડે.
લગાતાર અંજળ ન કેડો જ છોડે.
હશે દૌર કેવો એ ઉત્કટ વફાનો,
એની યાદ હરપળ ન કેડો જ છોડે.
ઘણો દૂર રહું છું ફૂલોથી છતાંયે,
જીવનમાં આ ઝાકળ ન કેડો જ છોડે.
સતત કોઈ છત્રી ને ધરવી પડે છે,
નિરાશાના વાદળ ન કેડો જ છોડે.
અલિપ્ત રહ્યો છું છતાં કેદમાં છું,
સંબંધો ની સાંકળ ન કેડો જ છોડે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો