ગીત ગુર્જરી
મનગમતા ગુજરાતી ગીતો તથા શેર શાયરી ની રસલ્હાણ.
રવિવાર, મે 29, 2022
નથી
બસ હવે રમવું નથી,
એક ક્ષણ ખમવું નથી.
જાત સીધી કરવી છે,
કોઈને પણ નમવું નથી.
યાદ માં આહો મળે,
એ રીતે ગમવું નથી.
યાદની ડંકી થકી,
નામને ધમવું નથી.
સૂર્ય પણ કોપી કરે,
એમ આથમવું નથી.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો