મંગળવાર, મે 31, 2022

નથી

બસ હવે રમવું નથી, 
એક ક્ષણ ખમવું નથી. .

જાત સીધી કરવી છે, 
કોઈને પણ નમવું નથી. 

યાદ માં આહો મળે, 
એ રીતે ગમવું નથી. 

યાદની ડંકી થકી, 
નામને ધમવું નથી. 

સૂર્ય પણ કોપી કરે, 
એમ આથમવું નથી. 

વિનોદ નગદિયા (આનંદ) 





       

ટિપ્પણીઓ નથી: