કેટલો કચરો!
સારા નરસા વિચારો
કોહવાઇ ગયેલા સપના નો ઢગ
સાઉન્ડ લેવલ મીટર માં ન પકડાઈ શકે
એટલા ઊંચા ડેસીબલ્સ માં ઘોંઘાટ
કોઈ વૃક્ષ ની હરીયાળી નહીં.
કોઈ મ્હેંક નહીં
બસ ઈર્ષ્યા, અફસોસ,નફરતનો ધૂમાડો જ ધૂમાડો
ભીતરનું પર્યાવરણ પણ કેટલું દૂષિત થઈ ગયું છે!
લાગે છે.. સંગત માં,રંગત માં અને અંગત માં
ઓડ ઈવન તાત્કાલિક લાગુ કરવું પડશે.

વિશ્વ પર્યાવરણ દિન ની શુભેચ્છાઓ
રવિવાર ૫ જુન, ૨૦૨૨
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો