રવિવાર, જૂન 05, 2022

સ્પર્શ ના તરાપે

જિંદગી તરે છે સ્પર્શ ના તરાપે, 
ભાવને ભરે છે સ્પર્શ ના તરાપે. 

સ્પર્શ નો તરાપો કેમ ડગમગાતો, 
કોણ સાંભરે છે સ્પર્શ ના તરાપે. 

જિંદગી જગતથી દૂર દૂર જાતી, 
લાગણી મરે છે સ્પર્શ ના તરાપે. 

સ્પર્શ તો નસીબે આરપાર ઉતરે, 
ખેદ શું કરે છે સ્પર્શ ના તરાપે. 

કેટલો રહ્યો છે હાથમાં સમય પણ, 
લાલસા ફરે છે સ્પર્શ ના તરાપે. 

વિનોદ નગદિયા (આનંદ) 


ટિપ્પણીઓ નથી: