પવન તો ગમે છે,પણ ઝેરી છે,
સદાકાળ તબિયત નો વેરી છે.
સદાકાળ તબિયત નો વેરી છે.
સમય પણ તરત જ અનુકૂળ થયો,
અમે જેવી આળસ ખંખેરી છે.
પ્રણયનો ઘસરકો લાગે જરા,
અસર પણ કદાચિત બહુ ઘેરી છે.
ગઝલમાં દરદની ખેરાત દે,
એ પાવક પ્રદાતા આ શેરી છે.
ગઝલની સભાનો ગણવેશ છે,
ઉદાસી અમસ્તી કયાં પ્હેરી છે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો