ચાલ સજની સાથ નો ઉત્સવ ઉજવીએ આપણે,
જિંદગી ની સાંજ નો વૈભવ ઉજવીએ આપણે,
જિંદગી ની સાંજ નો વૈભવ ઉજવીએ આપણે,
કેટલાં ટહુકા ભર્યા છે શ્વાસમાં સહવાસ ના,
એ વિહંગમ યાદનો કલરવ ઉજવીએ આપણે.
પુષ્પની માળા પરોવી સાથને શણગારીએ,
જાતરામાં મ્હેંકતા માધવ ઉજવીએ આપણે.
ચાલમાં સમજણ ભરી ને હમસફર મંઝિલ સુધી,
હર ઉતારે માર્ગની અવઢવ ઉજવીએ આપણે.
જિંદગી પરિતોષનો "આનંદ" આવો કયાં મળે?
સાક્ષી ભાવે કાળનો પગરવ ઉજવીએ આપણે.
વિનોદ નગદિયા (આનંદ)
11 July
Happy Anniversary
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો